Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને નિર્વાણદિને પુષ્પાજલિ અપાઇ

ભરૂચ : ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને નિર્વાણદિને પુષ્પાજલિ અપાઇ
X

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને ભરૂચ શહેરમાં વિવિધ સંસ્થાઓ તરફથી તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં હતાં.

ડૉ. બાબાસાહેબ આંબેડકર બહુમતી પ્રતિભા ધરાવતા ભારતીય નેતાઓમાં શિરમોર છે. એમનું એવું સ્પષ્ટ માનવું હતું કે ભારતની લોકશાહીને મજબુત કરવી હશે તો વૈશ્વિક સ્તર પર એક આદર્શ અને પરિપક્વ લોકશાહી તરીકે પ્રસ્તુત કરવી હશે તો આપણને સમર્પિત રાજકીય નેતાઓ ની જરૂર પડશે. તેમના નિર્વાણ દિન નિમિત્તે ભરૂચના સ્ટેશન ખાતે આવેલા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.

ઉપસ્થિત આગેવાનોએ તેમના યોગદાનને બિરદાવ્યું હતું. મૂળ નિવાસી સંઘ, એસ.ટી એસ.સી , ઓ.બી.સી સંગઠન સહિતની સંસ્થાઓ અને ભાજપ સહિતના રાજકીય પક્ષોના આગેવાનોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આ કાર્યક્રમમાં એડવોકેટ છગન ગોડીગજબાર, બહેચર રાઠોડ, મોહન પરમાર, અનિલ ભગત, પરેશ મેવાડા સહિતના અગ્રણીઓ હાજર રહયાં હતાં.

Next Story