વધતાં જતાં કોરોના સંક્રમણના પગલે ભરૂચના ભોળાવ ખાતે અવધૂત સોસાયટીમાં સ્થીત સોમનાથ મહાદેવ મંદિરે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવું હતું.
સમગ્ર દેશમાં વેકસીનેશ કાર્યક્રમને વધુ ઝડપી બનાવવા માટે આરોગ્ય વિભાગે કમર કસી છે. ગુજરાતમાં પણ વેકસીનેશન કાર્યક્રમો ઝડપી થાય તે માટે તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગની ટિમો 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેકસીન આપવાની શરૂઆત કરી છે ત્યારે ભરૂચના અવધૂત સોસાયટીમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ આજથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનો વેકસીનેશન કેમ્પ શરૂ કરવામાં આવેલ છે. ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ અને ભોલાવ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ મિસ્ત્રીએ કોરોના કવચ મેળવી લોકોને વેક્સિન લેવા અપીલ કરી હતી. ઉપરાંતર રસીકરણ માટે પણ ભરૂચ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.