Connect Gujarat
Featured

ભરૂચ : બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે વેજલપુરમાં 20 કાગડાનાં મોત!

ભરૂચ : બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે વેજલપુરમાં 20 કાગડાનાં મોત!
X

ભરૂચ શહેરનાં વેજલપુર વિસ્તારમાં આવેલ બામણીયા ઓવારા નજીક 20 જેટલા કાગડાઓ મૃત હાલતમાં મળી આવતા પશુપાલન તંત્ર દોડતું થયું છે. પક્ષીઓનાં મોત બાદ તંત્રએ ભરૂચમાં આવેલ ચીકનશોપ તેમજ મરઘાં ઉછેર કેન્દ્રનો તપાસ હેતુ સર્વે હાથ ધર્યો છે.

રાજયમાં કોરોના મહામારી વચ્ચે બર્ડ ફ્લૂ રોગનાં કેસો પણ સામે આવી રહ્યા છે. વિવિધ જિલ્લાઓમાંથી પક્ષીઓનાં મોતની ખબરો વચ્ચે ભરૂચમાં પણ 20 જેટલા કાગડાઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. વેજલપુરનાં બામણીયા ઓવારા નજીકથી 20 કાગડાઓનાં મોતથી જીલ્લાનું પશુપાલન વિભાગ તંત્ર દોડતું થયું છે.

ટપોટપ પક્ષીઓનાં મોતથી પશુપાલન વિભાગના અધિકારીઓ એક તબક્કે ચિંતિત થઈ ઉઠયા હતા. કાગડાઓના મોત કયા કારણોસર થયા છે તે અંગે પશુપાલન વિભાગના અધિકારીઓએ પીપીઈ કીટ પહેરી કાગડાના મૃતદેહોનો કબ્જે લઈ તપાસ અર્થે પુના લેબમાં મોકલવાની તજવીજ આરંભી હતી. પરંતુ હજુ સુધી કાગડાઓના મોતનો રિપોર્ટ આવ્યો નથી તે પહેલા જ સાવચેતીના ભાગરૂપે ભરૂચના પશુપાલન વિભાગના તબીબો અને અધિકારીઓએ વિવિધ ભરૂચમાં રહેલી ચિકન શોપ તથા પોલ્ટ્રી ફોર્મ ઉપર રહેલા મરઘીઓ સહિતના પક્ષીઓની તપાસણી શરૂ કરી હતી. જો કે, હજુ સુધી બર્ડફલુના રોગનો એક પણ કેસ મળી આવ્યો નથી. પશુ ચિકિત્સકોએ ચિકનની દુકાનના સંચાલકો અને માલિકોને પક્ષીઓમાં કોઈ પણ પ્રકારનો રોગ જણાય તો તાત્કાલિક સંપર્ક કરવા માટે અનુરોધ કરાયો હતો.

Next Story