Connect Gujarat
Featured

ભરૂચ: ભાજપે 31 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા મેદાને, જુઓ જિલ્લા ભાજપ પ્રમુખે શું કહ્યું

ભરૂચ: ભાજપે 31 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા મેદાને, જુઓ જિલ્લા ભાજપ પ્રમુખે શું કહ્યું
X

ભરૂચ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલ ઉમેદવારોની યાદીમાં મુસ્લિમ સમાજના 31 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે ત્યારે BTP -AIMIM ગઠબંધનની અસર વચ્ચે ભાજપે લઘુમતિ કાર્ડ ખેલ્યું હોવાનું ચર્ચાઇ રહયું છે

ભરૂચ જીલ્લામાં યોજાનાર 9 તાલુકા પંચાયત,4 નાગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે જેમાં જૂના જોગીઓને સ્થાન આપવામાં આવ્યું નથી પરંતુ આ ઉપરાંત અન્ય પણ એક એવી બાબત છે જે ઉડીને આંખે વળગે છે. ભાજપે જાહેર કરેલી યાદીમાં મુસ્લિમ સમાજના 31 લોકોને ટિકિટ આપી છે .ભાજપ દ્વારા જાહેર કરાયેલ કુલ 320 ઉમેદવારો પૈકી 31 ઉમેદવારો મુસ્લિમ છે ત્યારે પક્ષ દ્વારા આ વર્ષે લઘુમતિ કાર્ડ ખેલાયું હોવાનું લાગી રહ્યું છે. આની પાછળ BTP -AIMIM ગઠબંધન કારણભૂત હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તાજેતરમાં જ ભરૂચમાં AIMIMના અસઉદ્દીન ઓવૈસીની જાહેર સભા યોજાઇ હતી જેમાં તેઓએ લઘુમતિ અને આદિવાસી સમાજને એક થઈ મત આપવા હાકલ કરી હતી ત્યારે આ સરને ખાળવા ભાજપ દ્વારા મુસ્લિમ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું માનવમાં આવી રહ્યું છે

આ અંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયાએ જણાવ્યુ હતું કે ભાજપ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને માનવા વાળો પક્ષ છે અને અમારા દ્વારા કાર્યકરોને ટિકિટ આપવામાં આવી છે.બહુમતી હિન્દુ વિસ્તારમાં પણ ભાજપ દ્વારા લઘુમતિને ટિકિટ આપવામાં આવી છે. સાથે જ તેઓએ જણાવ્યુ હતું કે ગઠબંધનની કોઈ ફરક નથી પડતો કારણ કે ભાજપના કાર્યકરો 365 દિવસ લોકો વચ્ચે રહે છે

Next Story