Connect Gujarat
ગુજરાત

ભરૂચ : આદિવાસી વિસ્તારોમાં પાણીની તંગીના પગલે BTP એ આપ્યું આવેદન

ભરૂચ : આદિવાસી વિસ્તારોમાં પાણીની તંગીના પગલે BTP એ આપ્યું આવેદન
X

  • ભરૂચ કલેકટર કચેરીના ગેટ પર સૂત્રોચ્ચાર કરી માટલા ફોડી વિરોધ પ્રદર્શન
  • આગામી ૧૩ તારીખ સુધી સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો મુખ્ય નહેરના દરવાજા બંધ કરવાની ચીમકી

આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં પાણીની તંગી મામલે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ભરૂચ કલેકટર કચેરીના ગેટ પર સૂત્રોચ્ચાર કરી માટલા ફોડી વિરોધ પ્રદશન કર્યું હતું સાથે જ આગામી ૧૩ તારીખ સુધી સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો મુખ્ય નહેરના દરવાજા બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભીલસ્થાન ટાઇગર સેના અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકરો દ્વારા રાષ્ટ્રીય જળનીતિ ૨૦૦૨ નો અમલ કરવા તથા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીનું ઉભું થયેલું સંકટ નિવારવા માટે આજે ભરૂચ કલેકટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી કચેરી ના પટાંગણ માં માટલા ફોડી વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું,સાથે સાથે જિલ્લા કલેકટરને રાજ્યપાલને સંબોધિત આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

આવેદન પત્રમાં સિંચાઈ માટે તેમજ જળ સંગ્રહ અને નર્મદા નદી સૂકી ભઠ્ઠ બનતા કિનારાના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંકટ ઉભા થયા છે ના આક્ષેપ સાથે વિવિધ ૭ જેટલા મુદ્દાઓ જણાવવામાં આવ્યા હતા.

સરદાર સરોવરના જળાશયના મુખ્ય સ્થળે સ્થાનિક વિસ્તારને પીવા અને સિંચાઈ માટે પાણી નહિ આપવામાં આવે ત્યાં સુધી પ્રજા દ્વારા મુખ્ય નહેર ના દરવાજા બંધ કરી પાણી રોકી અહિંસક લડત આપવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

Next Story