/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/26155542/1-12.jpg)
ભરૂચ સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસીના ઉપક્રમે 25મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડૉ. કિશોર ઢોલવાણી તથા કોલેજના શિક્ષકો અને સ્ટાફે ઉજવણીને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
કોલેજના ફાર્મસી સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશનના ભાગરૂપે ઇ- પોસ્ટર રજુ કર્યા હતાં. રોલ ઓફ ફાર્માસીસ્ટ ઇન કોવીડ -19 ગ્લોબલ પેનડેમિક વિષય પર પોતાના મંતવ્યો રજુ કર્યા હતાં. કોરોનાની મહામારીને કેવી રીતે નિવારી શકાય અને બચવા માટે શું પગલાં ભરી શકાય તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિર્ણાયકો તરીકે વૈશાલી પટેલ અને દ્રષ્ટિ મંડેલા હાજર રહયાં હતાં. કોલેજના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી, કરણસિંહ જોલી તથા ટ્રસ્ટી યોગેશ પારીકે સફળ આયોજન બદલ કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યાં હતાં.