ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ:કલેકટરે પાઠવી શુભેચ્છા

New Update
ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ:કલેકટરે પાઠવી શુભેચ્છા

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રો પર જઇ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.વિદ્યાર્થીઓના જીવનના ઘડતરમાં મહત્વની ગણાતી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઇ ગઇ છે.ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડ માં ૪૨ હજાર થી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.

આજે સવારે પરીક્ષા કેન્દ્રો પર કુમકુમ તિલક અને ગુલાબ આપી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો જિલ્લા કલેક્ટર રવીકુમાર અરોરા સહિતના અધિકારીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ભરૂચ જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરા થી સજ્જ કરવામાં આવ્યા છે અને પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

Latest Stories