Connect Gujarat
Featured

ભરૂચ : મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન શિબિર અને કોરોના વોરીયર્સનો સન્માન સમારંભ યોજાયો

ભરૂચ : મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન શિબિર અને કોરોના વોરીયર્સનો સન્માન સમારંભ યોજાયો
X

ભરૂચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના કણબીવગા વિસ્તારમાં આવેલાં આંબેડકર ભવન ખાતે આંતરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત મહિલાલક્ષી કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહિલાઓને વ્હાલી દીકરી યોજનાના અન્વયે લાભાર્થી મહિલાઓને મંજુરીપત્રોનું વિતરણ કરાયું હતું. જિલ્લા વહીવટી તંત્ર,મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ વિવિધ એનજીઓ ના સયુંકત ઉપક્રમે આયોજીત સેમીનારમાં કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 તેમજ કામકાજ સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.એમ.ડી મોડિયા, પ્રોટેક્શન ઓફિસર એમ.જી વરસુલ, સી.ડી.પી.ઓ રીટાબેન ગઢવી ,વકીલ અર્ચના વ્યાસ, તૃપ્તિબેન જોશી તથા અન્ય મહેમાનો હાજર રહયાં હતાં.

બીજી તરફ જન શિક્ષણ સંસ્થાન અને ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશનનાં સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રિય મહિલા દિનની ઉજવણી અંતર્ગત કોરોનાકાળમાં સેવા આપનાર કોરોના વોરિયર્સ એવા પેરામેડીકલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.ની યોજાયેલ પરીક્ષામાં ગુજરાત રાજયમાં પ્રથમ અને તૃતીય ક્રમે આવનાર બહેનોનું બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાયબ કલેકટર યાસમીન શેખ, બી.ડી.એમ.એ વુમન્સ ફોરમના અધ્યક્ષ પૂનમ શેઠ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇન્દિરાબેન રાજ,જન શિક્ષણ સંસ્થાન નિયામક ઝયનુલ આબેદીન સૈયદ તેમજ જન શિક્ષણ સંસ્થાના સભ્યો તથા સ્ટાફ હાજર રહયો હતો.

Next Story