Connect Gujarat
Featured

ભરૂચ : સરકાર નથી પુરા કરી રહી નોકરી આપવાના વાયદા, દહેજની કંપનીના ઇન્ટરવ્યુમાં 700થી વધુ બેરોજગારો ઉમટયાં

ભરૂચ : સરકાર નથી પુરા કરી રહી નોકરી આપવાના વાયદા, દહેજની કંપનીના ઇન્ટરવ્યુમાં 700થી વધુ બેરોજગારો ઉમટયાં
X

રાજય સરકાર ભલે બેરોજગારોને નોકરી આપવાના દાવા કરી રહી છે પણ મંગળવારના રોજ બનેલી ઘટનાએ સરકારના દાવાનો ફુગ્ગો ફોડી નાંખ્યો છે. દહેજ જીઆઇડીસીની એક કંપનીમાં વેકન્સી પડતાં ઇન્ટરવ્યુ આપવા માટે 700થી વધારે બેરોજગારો ઉમટી પડયાં હતાં. સોશિયલ ડીસ્ટન્સીંગનો ભંગ થતાં પોલીસે કંપની સામે કાર્યવાહી હાથ ધરી છે.

Click Here to watch video : https://fb.watch/2PXq4XRue2/

ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીની એક કંપનીમાં વેકેન્સી પડતાં ભરૂચની રીજન્ટા હોટલ ખાતે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં. કંપનીમાં નોકરી મેળવવા માટે રાજયભરમાંથી બેરોજગાર યુવક અને યુવતીઓ ભરૂચ ખાતે આવી પહોંચ્યાં હતાં. 700 કરતાં વધારે લોકો ભેગા થઇ જતાં કોવીડ-19ની ગાઇડલાઇનના ધજાગરા ઉડી ગયાં હતાં. બનાવની જાણ થતાં સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટોળાને વિખેરી નાંખ્યાં હતાં. જાહેરનામાનો ભંગ કરવા બદલ કંપની સામે પોલીસે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

રાજય સરકાર બેરોજગાર યુવાનોને નોકરી આપવામાં આવી રહી છે તેવો દાવો કરી રહી છે પણ દહેજની કંપનીમાં ખાલી પડેલી થોડી જગ્યા માટે 700 જેટલા બેરોજગારો ઉમટી પડયાં હતાં. આ ઘટના રાજયમાં રોજગારીની શું સ્થિતિ છે તે ફલિત કરી રહી છે. ઘટનાની જાણ થતાં કોંગ્રેસના આગેવાનો પણ સ્થળ પર દોડી ગયાં હતાં. ભરૂચની કંપનીઓમાં સ્થાનિક યુવાનોને નોકરીઓ આપવામાં આવતી નહિ હોવાનો આક્ષેપ કોંગી આગેવાનોએ કર્યો હતો.

Next Story