Connect Gujarat
Featured

ભરૂચ : રેમડેસિવીરની કાળા બજારી કરનારા 5 શખ્સોની PMB એક્ટ હેઠળ અટકાયત; રાજયમાં સૌ પ્રથમ ભરૂચ પોલીસે કરી આ પ્રકારની કાર્યવાહી

X

ગુજરાતમાં રેમડેસિવીરના કાળા બાજરી કરતાં શખ્સોને PBM એક્ટ હેઠળ સજા ફટકારવામાં આવી હોવાનો પેહલો મામલો પ્રકાશમાં આવ્યો છે. કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત ગંભીર દર્દીઓના ઈલાજ માટે રેમડેસિવીર ઇન્જેકશનની માંગ ખૂબ હતી, જેથી આ રેમડેસીવીર ઇન્જેક્શનની વઘતી જરૂરિયાત પગલે રાજયભરમાં ચલતી ઇન્જેકશનની કાળા બજારી રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા આ ઇન્જેકશનોની ચોક્કસ કિંમત નક્કી કરવામાં આવી હતી તથા ચોક્કસ વેચાણના સ્થળ પણ નક્કી કરવામાં આવ્યા હતા. જેથી જરૂરિયાતમાંદને સરળતાથી આ ઈન્જેકશન મળી રહે અને કાળા બજારી પર અંકુશ લાવી શકાય.

કોરોનાની મહામારીમાં કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં વધારો થયો છે. ત્યારે આજરોજ રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી કરતાં પિતા પુત્ર સહિત 5 શખ્સોને ભરૂચ એલ.સી.બી. તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે તેમજ PMB એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજયભરમાં PMB એક્ટ હેઠળનો પ્રથમ ગુનો ભરૂચમાં નોંધાયો છે. રેમડેસિવીર ઇન્જેકશનની કાળા બજારી કરી પૈસા પડવાતા 5 આરોપોને ભરૂચ પોલીસ દ્વારા અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, જામનગર અને મહેસાણાની જેલમાં ધકેલવામાં હુકમ કરાયો છે.

Next Story