Connect Gujarat
Featured

ભરૂચ: ધારાસભ્ય દુષ્યંત પટેલના જ્ન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી, મહિલાઓને સાડીનું પણ કરાયું વિતરણ

ભરૂચ: ધારાસભ્ય દુષ્યંત પટેલના જ્ન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી, મહિલાઓને સાડીનું પણ કરાયું વિતરણ
X

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળ ખાતે ગાય માતાનું કરાયું પૂજન અર્ચન કરાયા બાદ જરૂરિયાતમંદ મહિલાઓને સાડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના આજરોજ જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સવારના સમયે ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમના મિત્રો સાથે પાંજરાપોળ ખાતે પહોચ્યા હતા અને ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું ત્યાર બાદ સાબુગર વિસ્તારની જરૂરીયાતમંદ મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દુષ્યંત પટેલે નાના બાળકોને કેક ખવડાવી જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story