/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/maxresdefault-14.jpg)
જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૩૦૭૮ લાભાર્થીઓને રૂા.૨૧૩ લાખના ચેક,બોન્ડક, કીટ્સ અને વિવિધ સાધન સહાયનું મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ
ભરૂચ કે.જે.પોલીટેકનીક ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
ગુજરાત રાજ્યરની વિવિધ વિકાસલક્ષી અને રોજગારલક્ષી યોજનાઓના લાભ સીધા લાભાર્થીઓને મળે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો - ૨૦૧૯ કે.જે.પોલીટેકનીક ભરૂચ ખાતે સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યન મહેમાન તરીકે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજા જ્યારે અતીથી વિશેષ તરીકે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટરર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડા ચૂડાસમા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું દિપપ્રગટાવીને ઉદઘાટન કર્યા બાદ સમારંભના અધ્યક્ષ સ્થાનેથી સહકાર, રમત ગમત યુવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ સને-૨૦૧૦માં ગરીબો માટે સરાહનીય કામગીરી શરૂ કરી છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ગરીબ પરિવારો સ્વાવલંબન અને સક્ષમ બન્યા છે. ગરીબ કલ્યાણ મેળાથી ગરીબોના જીવનમાં બદલાવ આવ્યો છે. રાજ્ય સરકાર ધ્વારા ગરીબોને ઓશિયાળાપણામાંથી મુક્ત કરવા ગરીબ કલ્યાણ મેળાનો જન સેવાયજ્ઞ છેવાડાના માનવી સુધી પહોંચાડેલ છે. તેમ જણાવી મંત્રીએ ઉપસ્થિભત લાભાર્થીઓને મળેલ સાધન સહાયનો સાચી દિશામાં ઉપયોગ કરી આર્થિક રીતે સ્વાવલંબિ બનવા અનુરોધ ર્ક્યો હતો. તેમણે રાજ્યર સરકાર ધ્વારા અમલી શાળા પ્રવેશોત્સતવ, કન્યા કેળવણી, કૃષિ મહોત્સવ, આરોગ્યલક્ષી યોજનાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સેવા સેતુ, ખેલમહાકુંભ જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત આમ આદમીનું જીવનધોરણ ઊંચુ લાવવામાં સરકારને સફળતા મળેલ છે તેમ પણ જણાવ્યું હતું.
સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યોના ગરીબ પરિવારો સ્વામભિમાનપૂર્વક જીવન જીવે તેવી રાજ્ય સરકારની નેમ રહી છે. તેમણે રાજ્યો સરકાર ધ્વારા છેલ્લા દસ તબક્કાઓમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યંમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આરંભાયેલા સર્વાંગી વિકાસના કાર્યોને વર્તમાન સરકારે છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડેલ છે. ગરીબ કલ્યારણ મેળાથી વચેટીયાની પરંપરા નાબૂદ થઇ છે અને ગરીબોના હકકના નાણાં સીધા જ તેમના હાથમાં આપીને હજ્જારો ગરીબોને લાભ આપી આત્મનિર્ભર બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. આજે મળેલ સાધનોનો સદઉપયોગ કરી ગરીબીમાંથી મુક્તિી મેળવી ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા લાભાર્થીઓને અનુરોધ ર્ક્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી.
ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલે ગરીબ કલ્યાણ મેળા થકી વચેટીયાનું રાજ કાઢી નાખીને સીધા ગરીબોના હાથમાં લાભ આપવામાં આવ્યો છે. રાજ્યે સરકારે ગરીબોના આસું લુંછવાનું કામ ર્ક્યુ છે ત્યારે આજે જે સાધન - સહાય પ્રાપ્ત થાય તેનો સાચી દિશામાં ઉપયોગ કરી પગભર બનવા જણાવ્યું હતું.
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ગરીબ કલ્યાણ મેળાથી ગરીબોના ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થયેલ છે. તેમ જણાવી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિગતે જાણકારી આપી હતી. કવીઠાના જૈમિનભાઇ પટેલે પોતાના પ્રતિભાવમાં ગરીબ કલ્યાણ મેળા સહિત સરકારની યોજનાઓને બિરદાવી હતી.
આજના આ જિલ્લાકક્ષાના ગરીબકલ્યાણ મેળામાં ૩૦૭૮ લાભાર્થીઓને રૂા.૨૧૩ લાખની સહાયનું વિતરણ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજા તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ગેસ કનેકશન, માનવ ગરીમા યોજના અન્વયે વિવિધ સહાય, સિલાઇ મશીન, મીશન મંગલ યોજના વિષયક સહાય,દિવ્યાંગ લગ્ન સહાય, કુંવરબાઇનું મામેરૂંની સહાય, રાષ્ટ્રિય શહેરી આજીવીકા મિશન, રીવોલ્વીંનગ ફંડ, જિલ્લા ઉદ્યોગકેન્દ્ર અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, સમાજ સુરક્ષા, ખેતીવાડી ખાતું સમાજ કલ્યાણ શાખા, વિકસતી જાતિ કલ્યાણ કચેરી, તકેદારી, શ્રમઆયુક્તર કચેરી હસ્તકની યોજનાઓ સહિત અન્ય યોજના હેઠળના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા.
પ્રારંભમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે સ્વાગત પ્રવચન ર્ક્યું હતું. વિવિધ શાળાના બાળકો ધ્વારા સુંદર સાંસ્કૃીત્તિક કાર્યક્રમો રજૂ થયા હતા. જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા આગેવાન યોગેશભાઇ પટેલ, નગરપાલિકા ભરૂચના પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, તાલુકા પંચાયતના પ્રમુખો ઇશ્વરભાઇ,નરેન્દ્રભાઇ અને માલતીબેન સોલંકી, આગેવાન પદાધિકારીઓ સહિત જિલ્લા-તાલુકા પંચાયત-નગરપાલિકાના સદસ્યો, સબંધિત ખાતાના અમલીકરણ અધિકારીઓ તથા જિલ્લાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.