હાંસોટ પોલીસે ઘોડાદરા ગામમાંથી ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

ભરૂચના હાંસોટ પોલીસ મથકના પી.એસ.આઈ.પી.કે.રાઠોડ સહિત સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઘોડાદરા ગામમાં રહેતો સરાધ શિવાભાઈ વસાવા પોતાના ઘરે ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 0.218 કિલોગ્રામ ગાંજો મળી કુલ 10 હજારથી વધુના મુદ્દામાલ સાથે સરાધ વસાવાને ઝડપી પાડ્યો હતો.