Connect Gujarat
Featured

ભરૂચ: હોટલ કમફર્ટ ઇનમાં ભોજન લીધા બાદ 15 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર, જુઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શું કરી કાર્યવાહી

ભરૂચ: હોટલ કમફર્ટ ઇનમાં ભોજન લીધા બાદ 15  લોકોને ફૂડ પોઇઝનિંગની અસર, જુઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શું કરી કાર્યવાહી
X

ભરૂચના એ.બી.સી.સર્કલ નજીક આવેલ હોટલ કમફર્ટ ઇનમાં ભોજન લીધા બાદ 15 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા ખળભ ળાટ મચી જવા પામ્યો છે.

ભરૂચમાં રહેતા એક પરિવારના દંપત્તિની લગ્નની વર્ષગાંઠ નિમિત્તે શહેરની એ.બી.સી. ચોકડી નજીક આવેલ હોટલ કમફર્ટ ઇનમાં જમવા ગયા હતા. પરિવારના સભ્યોએ હોટલમાં ભોજન લીધું હતું અને ત્યાર બાદ ઘરે પરત ફર્યા હતા. ઘરે ગયા બાદ પરિવારના 15થી વધુ સભ્યોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી આથી તેઓએ તબીબી સારવાર લેવાની ફરજ પડી હતી. પરિવાર દ્વારા આ બાબતની જાણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરાતા આજે બપોરના સમયે હોટલ પર પહોચ્યા હતા અને હોટલના જમવાનાના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચની જાણીતી કમફર્ટ ઇન હોટલના જમવાના ની ગુણવત્તા સામે સવાલ ઊભા થતાં ચકચાર મચી જવા પામી છે.

Next Story