Connect Gujarat
Featured

ભરૂચ : જંબુસરના ટંકારી ગામે નવયુવક મંડળ દ્વારા યોજાયું ઊભું ભજન, યુવાનો સહિત વૃદ્ધો ભજનના સથવારે ઝૂમી ઉઠ્યા

ભરૂચ : જંબુસરના ટંકારી ગામે નવયુવક મંડળ દ્વારા યોજાયું ઊભું ભજન, યુવાનો સહિત વૃદ્ધો ભજનના સથવારે ઝૂમી ઉઠ્યા
X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટંકારી ગામે લાભપાંચમ નિમિત્તે જય ભાથુજી નવયુવક મંડળ દ્વારા ઊભા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો સહિત વૃદ્ધો ભજન-સત્સંગના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જતું પર્વ એટલે દિવાળી, દિવાળી પર્વની ઠેરઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે દિવાળી પર્વમાં આવતા લાભ પાંચમના દિવસે દરેક વ્યક્તિઓ પોતાના ધંધા-રોજગારનું મુર્હુત કરતા હોય છે. જંબુસર તાલુકાના ટંકારી ગામ જ્યાં 80 વર્ષ ઉપરાંતથી જય ભાથુજી નવયુવક મંડળ દ્વારા લાભપાંચમના દિવસે ઊભા ભજન તથા બહેનો માટેના ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મંડળ દ્વારા ભજન રાખવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં ભાઈઓએ ભજન સંગીતના સથવારે અને કરતાલના તાલે ઝુમી ઉઠ્યાં હતાં. બહેનો દ્વારા યોજાયેલ ભજન કિર્તનમાં રાધાક્રષ્ણના મટુકી ભજનમાં પણ સૌ બહેનો કૃષ્ણની ભક્તિમાં લીન બની હતી. આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી ઉપસ્થિત રહી આરતી અને દર્શનનો વિશેષ લ્હાવો લીધો હતો. તો સાથે જ હાલમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાજકીય સલાહકાર અહેમદ પટેલની નાદુરસ્ત તબિયતના પગલે સૌએ ભેગા મળી તેઓના સ્વાસ્થ્ય અંગે પણ પ્રાર્થના કરી હતી.

Next Story