Connect Gujarat
સમાચાર

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશલ સ્કુલના ભુલકાઓએ રજુ કરી કોવીડ- 19 અંગેની કૃતિઓ

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશલ સ્કુલના ભુલકાઓએ રજુ કરી કોવીડ- 19 અંગેની કૃતિઓ
X

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના બાલ વિભાગના ભુલકાઓ માટે અભ્યાસઇતર પ્રવૃતિનું આયોજન કરાયું હતું. જેમાં સ્પર્ધકો તથા વાલીઓએ કોવીડ-19 થી બચવા શું પગલાં લેવા તે દર્શાવતી કૃતિ રજુ કરવામાં આવી હતી.

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અભ્યાસની સાથે અભ્યાસ ઇતર પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. કોરોનાની મહામારીના કારણે માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે અને બાળકોને ઓન લાઇન શિક્ષણ આપવામાં આવી રહયું છે. કોરોનાની મહામારી બાળકોના સર્વાંગી વિકાસમાં વિધ્ન ન ઉભું કરે તેવા પ્રયાસો શાળાના ટ્રસ્ટીઓ તથા શિક્ષકો તરફથી કરવામાં આવી રહયાં છે. ઓનલાઇન શિક્ષણથી એક ડગલું આગળ વધી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા ઓનલાઇન સ્પર્ધાઓ તથા અભ્યાસ ઇતર પ્રવૃતિ કરાવવામાં આવી રહી છે. શાળાના બાળ વિભાગ માટે કોવીડ- 19થી કેવી રીતે બચી શકાય તે વિષય પર બાળકો પાસે કૃતિઓ તૈયાર કરાવવામાં આવી હતી. ભુલકાંઓ તથા તેમના વાલીઓએ ઉત્સાહભેર વિવિધ કૃતિઓની ઓનલાઇન રજુઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક, આચાર્ય રેખા શેલ્કે, સુજાતા ભટ્ટાચાર્ય તથા મેઘના ટંડેલ સહિતના સ્ટાફે કર્યું હતું….

Next Story