Connect Gujarat
Featured

ભરૂચ: ઝઘડિયાના માર્ગો પર રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો અસા ગામના લોકોએ અટકાવી ઉગ્ર વિરોધ કર્યો

ભરૂચ: ઝઘડિયાના માર્ગો પર રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો અસા ગામના લોકોએ અટકાવી ઉગ્ર વિરોધ કર્યો
X

ભરૂચના ઝઘડિયા તાલુકામાં અસા, પાણેથા તેમજ ઉમલ્લા ગામ વચ્ચેથી પસાર થતા માર્ગ પર રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો અસાના ગ્રામજનોએ અટકાવી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં અસા, પાણેથા તેમજ ઉમલ્લા ગામ પાસેથી પસાર થઇ રહેલા માર્ગ ઉપર રેતી ભરેલી ઓવરલોડ ટ્રકોના પગલે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. માર્ગ પર દોડી રહેલી ઓવેલોડ ટ્રકોને અટકાવી ભરૂચ ખાણ ખનીજ વિભાગને જાણ કરી ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરવા માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ઉપરાંત રોયલ્ટી વગરની ગાડીઓ ચાલતી હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે તેમજ ઓવરલોડ ગાડીઓના કારણે માર્ગને નુકસાન થતું હોય છે અને માર્ગની બાજુમાં આવેલા ખેતરોના પાકને પણ નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું. જ્યારે આજરોજ ગ્રામજનોએ ભરૂચ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખાણ ખનીજ વિભાગના કર્મીઓએ રોયલ્ટી વગરની ગાડીઓ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story