Connect Gujarat
Featured

ભરૂચ : ખેતી વિષયક અધ્યાદેશ ખેડુતોનું અહિત કરશે, જુઓ કોણે આપ્યું આવેદનપત્ર

ભરૂચ : ખેતી વિષયક અધ્યાદેશ ખેડુતોનું અહિત કરશે, જુઓ કોણે આપ્યું આવેદનપત્ર
X

તાજેતરમાં લોકસભામાં રજુ થયેલાં ખેતી વિષયક અધ્યાદેશ ખેડુતોનું અહિત કરશે તેવા આક્ષેપ સાથે ભરૂચમાં ખેડુતોએ તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું હતું.

કેન્દ્રની એનડીએ સરકારે લોકસભામાં રજુ કરેલા ખેતી વિષયક અધ્યાદેશનો દેશભરમાં વિરોધ થઇ રહયો છે. નવા અધ્યાદેશના કારણે ખેડુતો પાયમાલ બની જશે અને મલ્ટી નેશનલ કંપનીઓને ફાયદો થશે તેવા આક્ષેપો કરાય રહયાં છે. ભરૂચમાં પણ ખેડુતોએ કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસીએશનના નેજા હેઠળ તંત્ર વાહકોને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં ત્રણેય અધ્યાદેશનો વિરોધ કરવામાં આવ્યો છે. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર અધ્યાદેશ પસાર કરતાં પહેલાં કિસાન સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. આ કાયદો લાગુ પડી જશે તો મલ્ટી નેશનલ કંપનીઓને ભરપુર ફાયદો થશે. આ ઉપરાંત ખેડુતોએ સરકારી કચેરીઓમાં વધી રહેલાં ભ્રષ્ટાચાર અંગે પણ રજુઆત કરી હતી.

Next Story