Connect Gujarat
Featured

ભરૂચ: ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગમાં ભરૂચની લાયબા ખાને એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ મેળવ્યા

ભરૂચ: ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગમાં ભરૂચની લાયબા ખાને એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ મેળવ્યા
X

સુરત ખાતે યોજાયેલ 40મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2020-21માં મૂળ ભરૂચ મહમદપુરા ખાતે રહેતી લાયબા ખાને એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ મેળવી ભરુચનું નામ રોશન કર્યું છે.

સુરત ખાતે 40મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2020-21નું આયોજન થયું હતું. જેમાં મૂળ ભરૂચના મહંમદપુરા ખાતે હબીબ પાર્કમાં રહેતા રમત પ્રેમી મુનાફ પઠાણના પુત્રી લાયબા ખાને પણ ભાગ લીધો હતો. યુવતીઓ માટેની આ સ્પર્ધામાં ગુજરાતમાંથી અન્ય ગર્લ્સ સ્કેટરોએ પણ ભાગ લીધો હતો. જેમાં લાયમાં ખાને 500 મીટરમાં ગોલ્ડ મેડલ, 1000 મીટર રિંક રેસમાં સિલ્વર અને રોડ રેસ ઓન લેપમાં પણ સિલ્વર મેડલ મેળવી ભરૂચનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે.

લાયબા ખાનના પિતા મુનાફ પઠાણ પહેલેથી જ રમત ગમતને વરેલા છે. તેઓ બાળકો અને યુવાનો રમત ગમતમાં પોતાનું કૌવત બતાવી શકે તે માટે બી ફોર યુ સ્પોર્ટ્સ નામથી એક સંસ્થાની ચલાવે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા બાદ લાયબાખાન ચંદીગઢના મોહાલી ખાતે આગામી એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અંદર 17ની સ્કેટિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Next Story