ભરૂચ નજીક ટેન્કર સાથે અકસ્માત બાદ લકઝરી બસ ભસ્મીભુત, મુસાફરો પાસે કોઇ સામાન જ ન બચ્યો

કેવી રીતે બન્યો અકસ્માતનો બનાવ
?
ગુજરાત ટ્રાવેલ્સની એસી
પ્રિમિયમ લકઝરી બસ વાયા મુંબઇ થઇને
અમદાવાદ માટે આવવા રવાના થઇ હતી. મુસાફરોના જણાવ્યા મુજબ મુંબઇ ખાતે લકઝરી બસના
આવવાનો સમય રાત્રિના 8 વાગીને 55 મિનિટનો હતો પણ મુંબઇ ખાતે
લકઝરી બસ રાત્રિના સવા અગિયાર વાગ્યાની આસપાસ આવી હતી. બસમાં 45થી વધારે મુસાફરોએ મુંબઇથી
વડોદરા અને અમદાવાદ તરફ તેમની મુસાફરીનો પ્રારંભ કર્યો હતો. રવિવારે સવારે 5 વાગ્યાના અરસામાં લકઝરી બસના
ડ્રાયવર લુવારા પાટીયા પાસે કેમિકલ ભરેલાં ટેન્કર સાથે પાછળના ભાગે અથડાઇ હતી.
અકસ્માત બાદ બસ અને ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. જેમાં બસમાં સવાર 3 મુસાફરોના મોત થયાં છે જયારે 40થી વધુનો બચાવ થયો છે.
2005ની સાલમાં નર્મદા ચોકડીએ વોલ્વો
બસ સળગી હતી :
2005ના ડીસેમ્બર મહિનામાં ભરૂચની
નર્મદા ચોકડી પાસે ટ્રકની સાથે પટેલ ટ્રાવેલ્સની વોલ્વો લકઝરી બસમાં આગ ફાટી નીકળી
હતી જેમાં 22 મુસાફરો બસમાં જ જીવતા
સળગી ગયાં હતાં. 2005ની સાલમાં બનેલા બનાવમાં
વોલ્વો બસમાં સવાર મુસાફરોને બસમાંથી બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો. તે સમયે
પણ વોલ્વો બસ હાઇવે ક્રોસ કરી રહેલી ટ્રક સાથે અથડાઇ હતી અને બાદમાં બસમાં આગ ફાટી
નીકળી હતી.







ઇમરજન્સી એકઝીટ મુસાફરો માટે
દેવદુત સાબિત થયું :
2005ની સાલમાં વોલ્વો બસની આગની
ઘટનામાં વોલ્વો બસનો ઓટોમેટીક દરવાજો ખુલ્યો ન હતો અને મુસાફરોથી ઇમરજન્સી એકઝીટનો
કાચ તુટયો ન હતો જેના કારણે 22 જેટલા મુસાફરો બસમાં જ જીવતા ભડથું થઇ ગયાં હતાં. રવિવારના
રોજ બનેલા અકસ્માતમાં એસી પ્રિમિયમ બસમાં સવાર મુસાફરો ઇમરજન્સી
એકઝીટમાંથી બહાર નીકળવામાં સફળ રહયાં હતાં. બસ ભસ્મીભુત થાય તે પહેલાં 40થી વધારે મુસાફરો બહાર નીકળી
ચુકયાં હતાં માત્ર ત્રણ મુસાફરોને જ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આમ બસનું
ઇમરજન્સી એકઝીટ મુસાફરો માટે દેવદુત સાબિત થયું હતું.
લકઝરી
બસનો ડ્રાયવર ઓવરટેક કરવા
જતાં અકસ્માત થયાની ચર્ચા :
રવિવારે વહેલી સવારે ભરૂચના
લુવારા પાટીયા પાસે લકઝરી બસનો ડ્રાયવર અન્ય વાહનનો ઓવરટેક કરી બસને પહેલી લેનમાં
લઇ ગયો હતો જયાં હાઇવે પર યુ ટર્ન લઇ રહેલા ટેન્કરના પાછળના ભાગે લકઝરી બસ
ધડાકાભેર અથડાય હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે અકસ્માતનું સાચુ કારણ જાણવાની કવાયત
નબીપુર પોલીસે હાથ ધરી છે.
મુસાફરોનો કિમંતી સામાન લકઝરી
બસની આગમાં સ્વાહા થઇ ગયો :
ટેન્કર સાથેના અકસ્માત બાદ
ગુજરાત ટ્રાવેલ્સની એસી પ્રિમિયમ લકઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. આગમાં મુસાફરોનો
કિમંતી સામાન સ્વાહા થઇ ગયો હતો. મુંબઇના હિરલ રાઠોડે જણાવ્યું હતું કે, સવારે અમે ઉંધી રહયાં હતાં
ત્યારે અચાનક ઝટકો લાગ્યો હતો અને આગ દેખાવા લાગી હતી. મારી સાથે બે બાળકો હતો અને
અમે ચાર જણા ઇમરજન્સી એકઝીટમાંથી બહાર આવી ગયાં હતાં. અમારા ચંપલ પણ બસમાં સળગી
ગયાં છે જયારે અન્ય મુસાફર કામીનીબેને જણાવ્યું હતું કે, તેમની રોકડ રકમ, અન્ય દસ્તાવેજો અને કપડા આગમાં
નષ્ટ પામ્યાં છે.