ભરૂચ : આમોદના સરભાણ નજીક લક્ઝરી બસ પલટી, 6 મુસાફરો થયા ઇજાગ્રસ્ત

0

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ નજીક એક લક્ઝરી બસે પલ્ટી મારી છે. મળતી માહિતી અનુસાર કરજણ તરફથી આવતી એક લક્ઝરી બસ આમોદ તાલુકાના સરભાણ નજીક આવી પલ્ટી મારી હતી. અકસ્માતમાં સવાર મુસાફરો પૈકી 6 લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. તમામને 108 ઇમરજન્સી સેવા મારફતે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. મળતી વિગત મુજબ આ બસ રાજસ્થાનના પ્રવાસ પરથી પરત ફરી રહી હતી.

વાગરથી ટૂર ઓપરેટર દ્વારા પ્રવાસીઓને રાજસ્થાન લઈ જવાયા હતાં જ્યાં હરી ફરીને બસ પરત આવી રહી હતી ત્યારે સાંજના સમયે સરભાણ નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યા હતા.બસમાં સવાર અન્ય મુસાફરો સહી સલામત હોવાના સમાચાર સાંપડ્યા છે, જોકે સદનસીબે અકસ્માતમાં  મોટી જાનહાનિ ટળી છે…


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here