Connect Gujarat
Featured

ભરૂચ : માનવતાની મહેંક, મન મૈત્રી ફાઉન્ડેશન ઉછેર કરશે ગલુડીયા અને શ્વાનનો

ભરૂચ : માનવતાની મહેંક, મન મૈત્રી ફાઉન્ડેશન ઉછેર કરશે ગલુડીયા અને શ્વાનનો
X

ભરૂચમાં આવેલ મન મૈત્રી સેવા ફાઉન્ડેશનદ્વારા અનોખો સેવા યજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે જેમાં સંસ્થા દ્વારા રસ્તે રખડતા ૨૭ ગલુડિયા અને શ્વાનને દત્તક લઇ તેઓના ભરણ પોષણની જવાબદારી સ્વીકારવામાં આવી છે.

પશુ પક્ષીઓ માટે કામ કરતી ભરૂચની મનમૈત્રી સેવા ફાઉનડેશન દ્વારા અનોખો સેવા યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે.સામાન્યત:લોકો બાળકોને દત્તક લઇ પોતાના પરિવારમાં ખુશીનો સમન્વય કરતા હોય છે પરંતુ આ સંસ્થા દ્વારા રસ્તે રખડતા ૨૭ ગલુડિયા અને શ્વાનને દત્તક લેવામાં આવ્યા છે.

રસ્તે રખડતા શ્વાનને ખોરાક મળી રહેતો નથી અથવા અકસ્માતમાં મૃત્યુ પામે છે ત્યારે તેઓને આશ્રય સ્થાન મળી રહે એ માટે સંસ્થા દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખીર ખવડાવી સંસ્થાના પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સંસ્થા દ્વારા આ ઉપરાંત ગો શાળા,પશુ પક્ષીઓ માટે સેલટર હાઉસ પણ ચલાવવામાં આવે છે.આવનારા દિવસોમાં ભરૂચમાં અધ્યતન પશુ ચિકિત્સાલય નિર્માણ પામે એ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Next Story