Connect Gujarat
Featured

ભરૂચ : મુલદ ટોલ પ્લાઝાના કર્મી-ટેમ્પા ચાલક વચ્ચે થયેલ મારામારીનો મામલો, ટોલબુથના 2 કર્મચારીઓની ધરપકડ

ભરૂચ : મુલદ ટોલ પ્લાઝાના કર્મી-ટેમ્પા ચાલક વચ્ચે થયેલ મારામારીનો મામલો, ટોલબુથના 2 કર્મચારીઓની ધરપકડ
X

ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર ટોલબુથના કર્મચારીઓ અને ટેમ્પા ચાલક વચ્ચે મારામારી થવાના મામલામાં સામસામી પોલીસ ફરિયાદમાં અંકલેશ્વર શહેર પોલીસે માર મારનાર ટોલબુથના 2 કર્મચારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ નજીક નેશનલ હાઇવે પર આવેલ મુલદ ટોલ પ્લાઝા ખાતે ટેમ્પો ચાલકે ટોલના કર્મીઓ પર ચપ્પુથી હૂમલો કરવાનાં CCTV ફૂટેજ વાયરલ થયાં હતા. જેમાં ટેમ્પો ચાલકની ટોલ વસુલવા બાબતે થયેલ માથાકૂટમાં ટોલબુથના કર્મી સાથે ઝઘડો થયો હતો. જેમાં ટેમ્પો ચાલક ટોલબુથના કર્મી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવા ધસી આવ્યો હતો, ત્યારે ટોલબુથના કર્મી સહિત અન્ય કર્મચારીઓ પણ ત્યાં દોડી આવ્યાં હતાં. એક કર્મીએ તેના હાથમાંથી ચપ્પુ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, આ તમામ ખેંચતાણમાં ઉશ્કેરાયેલાં ટોલબુથના કર્મીઓએ ટેમ્પોના ચાલકને ઉપરા-છાપરી મુક્કા-તમાચા મારવાના શરૂ કરી દીધાં હતાં. આ મામલે બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટેમ્પા ચાલકની ફરીયાના આધારે અંકલેશ્વર શહેર પોલીસે માર મારનાર ટોલબુથના કર્મચારી ધર્મવીરસિંહ અને રોકાણ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો સાથે જ અન્ય આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story