-
ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
-
સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
-
યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ
-
વકફ બિલનો પણ વિરોધ કરાયો
-
મુસ્લિમ સમાજના વાંધા સ્વીકારવાની માંગ
સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લીમ સમાજ દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ દાખલ કરવા અનેવકફ બીલના વિરોધમાં જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લીમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી,ઈમરાન પટેલ સહિતના આગેવાનોએ હાથમાં બેનરો સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારતીય સંવિધાનની ધારા 44 એક સમાન સિવિલ કોડની દિશામાં સિદ્ધાંતિક સલાહ આપે છે પરંતુ તેને લાગુ કરવાની પદ્ધતિ અને સમય સંબંધિત ગંભીર ચિંતાઓ છે.ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત યુસીસી ખરડો, રાજ્યની ધાર્મિક, સાંસ્કૃતિક, અને સામાજિક વૈવિધ્યને અવગણીને એકપક્ષી રીતે લાગુ કરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાના આક્ષે સાથે 2018ના લો કમિશન ઓફ ઇન્ડિયાના 21મા અહેવાલ મુજબ UCCનો અમલ સંસ્કૃતિક સંવેદનશીલતા અને સહમતિ વિના ન થાય,ગુજરાતમાં 32% ટકા લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને 18 ટકા લઘુમતી સમુદાયો UCC દ્વારા અસરગ્રસ્ત થવાની શક્યતા છે ત્યારે ધાર્મિક સ્વાતંત્ર્ય અને સાંસ્કૃતિક વૈવિધ્ય પર અસર અને સામાજિક અસંતુલનનો ભય,રાજ્યની એકતા પર જોખમ, ગુજરાતની સંસ્કૃતિમાં ગરબા, ઉર્સ, અને પારસી નવરોઝ જેવા સંસ્કારો ધાર્મિક કાયદાઓ સાથે જોડાયેલા છે.
યુસીસી દ્વારા આ પ્રથાઓ ગેરકાયદેસર ઠરાવાથી સાંસ્કૃતિક ઓળખને જોખમ ઉભું થવાનો મત રજૂ કરવામાં આવ્યો છે આ સાથે જ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે યુસીસીને લગતી મીટીંગ બોલાવીને તમામ માયનોરીટી સમાજના સભ્યોને સાંભળવામાં આવે અને વાંધાઓ સ્વીકારવામાં આવે એવી સમસ્ત ભરૂચ જીલ્લા માયનોરીટી અને મુસ્લીમ સમાજે માંગ કરી છે.
