Connect Gujarat
Featured

ભરૂચ : નગરપાલિકા કચેરીનું આરટીઆઇ એકટીવીસ્ટોએ કર્યુ શુધ્ધિકરણ, જુઓ કેમ

ભરૂચ : નગરપાલિકા કચેરીનું આરટીઆઇ એકટીવીસ્ટોએ કર્યુ શુધ્ધિકરણ, જુઓ કેમ
X

ભરૂચ નગરપાલિકામાં ભાજપનું પાંચ વર્ષનું શાસન પુર્ણ થતાં આરટીઆઇ એકટીવીસ્ટોએ પાલિકા કચેરી ખાતે પહોંચી મંત્રોચ્ચાર સાથે પાલિકા કચેરીનું શુધ્ધિકરણ કર્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પાલિકા કચેરી ખાતે પહોંચ્યો હતો પણ એકટીવીસ્ટો અને પોલીસ વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયું હતું.

ગુજરાત રાજયની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચુંટાયેલી પાંખની ટર્મ પુરી થઇ ચુકી છે. ભરૂચ નગરપાલિકામાં પણ ભાજપના શાસનનો અંત આવ્યો છે. ભાજપના શાસનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે આરટીઆઇ એકટીવીસ્ટો સોમવારના રોજ નગર પાલિકા કચેરી ખાતે પહોંચી ગયાં હતાં. તેમણે યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિભવતી ભારત સહિતના મંત્રોચ્ચાર સાથે કચેરીમાં પવિત્ર જળનો છંટકાવ કરી શુધ્ધિકરણ કર્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો નગરપાલિકા ખાતે પહોંચી ગયો હતો. આરટીઆઇ કાર્યકરોએ આ ધાર્મિક કાર્યક્રમ હોવાનું રટણ કરી પોલીસ સાથે બોલાચાલી કરી હતી.

Next Story