Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં થયો વધારો, વધુ 1 દર્દીનું મોત નિપજતા મૃત્યુઆંક 4 થયો

ભરૂચ : કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં થયો વધારો, વધુ 1 દર્દીનું મોત નિપજતા મૃત્યુઆંક 4 થયો
X

કોરોના વાયરસની મહામારી વચ્ચે ભરૂચ જીલ્લામાં વધુ 2 કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી આવતા આજદિન સુધી કોરોનાના કુલ 54 જેટલા દર્દીઓ નોંધાયા છે, ત્યારે એક દર્દીનું મોત નિપજતા જીલ્લામાં મૃત્યુઆંક 4 સુધી પહોચ્યો છે.

ભરૂચ જીલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત કોરોનાના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે, ત્યારે આજે વધુ 2 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 54 પર પહોંચ્યો છે, ત્યારે વધુ 2 કોરોનાના પોઝિટિવ કેસ પૈકી એક ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર જ્યારે અન્ય એક જંબુસર ખાતેથી મળી આવ્યો હતો. આ બન્ને કેસમાંથી એક દર્દીનું મોત નિપજતા જીલ્લામાં મૃત્યુઆંક 4 સુધી પહોચ્યો છે.

સરકાર દ્વારા વિશેષ છૂટછાટ સાથે અનલોક-1 તબક્કા દરમ્યાન આંતરરાજ્ય તેમજ આંતરિક રાજ્યમાં પરિવહનની મંજૂરી બાદ રાજ્યમાં કોરોનાના કેસનો આંક પહેલાની તુલનામાં વધી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ દર્દીઓની રિકવરી બાદ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ એકાએક કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા વહીવટી તેમજ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે, ત્યારે હવે ભરૂચની પ્રજા વધતાં કેસોને ધ્યાને લઈને વધુ સતર્ક તેમજ સાવચેતી રાખે તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story