Connect Gujarat
Featured

ભરૂચ : વાંસી ગામમાં પ્રિમિયર ક્રિકેટ લીગનું આયોજન, જુઓ શું છે આયોજનનો હેતુ

ભરૂચ : વાંસી ગામમાં પ્રિમિયર ક્રિકેટ લીગનું આયોજન, જુઓ શું છે આયોજનનો હેતુ
X

ભારતીય ક્રિકેટ ટીમમાં હવે ગ્રામ્ય વિસ્તારોના પ્રતિભાશાળી ક્રિકેટરોને તક મળી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના વાંસી ગામમાં કનેકટ ગુજરાતના નેજા હેઠળ પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ક્રિકેટનો ક્રેઝ વધી રહયો છે અને કોરોના કાળ બાદ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા લાગતાં ખેલાડીઓના ચહેરા પર સ્મિત રેલાઇ રહયું છે. સામાજીક અને સેવાકીય ક્ષેત્રમાં પોતાના યોગદાન તથા ઉભરતાં ખેલાડીઓને તક મળે તે માટે ભરૂચ જિલ્લાના વાંસી ગામમાં કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલ તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એમ.એસ.જોલી, કરણ જોલી અને યોગેશ પારીકના પ્રયાસોથી કનેકટ ગુજરાત તરફથી સ્પોન્સર કરવામાં આવી છે. વાંસી ગામમાં અનેક ખેલાડીઓ એવા છે કે જે રાજય તથા રાષ્ટ્રીય સ્તરે ચમકી શકે તેમ હોવાથી તેમની પ્રતિભા બહાર લાવવા મેચો રમાડવામાં આવશે.

વાંસી ગામના મેદાનમાં રવિવારના રોજ કનેકટ ગુજરાત ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ઉદઘાટન સમારંભમાં ગામના સરપંચ નિયાઝભાઇ, ગામના અગ્રણી ઐયુબ બાપુ તથા કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના ડેસ્ક એડીટર કલ્પેશ ગુર્જર હાજર રહયાં હતાં. ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવેલાં ખેલાડીઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનોના કારણે પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની પ્રતિભા બતાવવાની તક મળતી હોય છે.

Next Story