Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઝાડેશ્વર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ

ભરૂચ : ઝાડેશ્વર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ
X

ભરૂચ જિલ્લાના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઝાડેશ્વર ખાતે ભાઈઓ બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

ભરૂચ જિલ્લામાં ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિતે પોતાની માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે રોજિંદા જીવનમાં યોગાસન ખૂબ જરૂરી છે, અને પોતાના આરોગ્યનું યોગ્ય ધ્યાન રાખવાના ઉદ્દેશ્યથી ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાઈઓ અને બહેનો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


Next Story