Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દર વર્ષે સાત કીમીથી વધારેનું અંતર કાપતી રથયાત્રા આ વખતે સાત ફેરામાં સમાપ્ત

ભરૂચ : દર વર્ષે સાત કીમીથી વધારેનું અંતર કાપતી રથયાત્રા આ વખતે સાત ફેરામાં સમાપ્ત
X

ભરૂચમાં પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં પૌરાણિક મંદિર જગન્નાથજી મંદિર ખાતેથી નીકળનારી રથયાત્રા પ્રથમ વખત નગરચર્યાને બદલે સાત ફેરામાં સમાપ્ત કરી દેવામાં આવી હતી.

ભરૂચમાં પાવન સલિલા મા નર્મદાના કિનારે ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભગવાન બલરામ અને સુભદ્રાજીની લાકડામાંથી બનેલી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા 250 વર્ષ ઉપરાંતથી આ મંદિરથી અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે. ફુરજા મંદિર ખાતેથી નીકળીને ભોઇવાડ ખાતે પહોંચતી હતી.

ચાલુ વર્ષે કોરોના વાયરસનો કહેર ચાલી રહયો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રથયાત્રાને પરવાનગી આપવામાં આવી ન હતી. રથયાત્રાના આયોજકોએ છેલ્લી ઘડી સુધી પરવાનગી મેળવવાના પ્રયાસો જારી રાખ્યાં હતાં પણ પરવાનગી આપવામાં આવી ન હતી.

અષાઢી બીજનો તહેવાર હોય અને રથયાત્રા ન યોજાય તે શકય જ નથી. રથયાત્રાના આયોજકોએ સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને મંદિર પરિસરમાં સાદગીથી રથયાત્રાની વિધિ પુર્ણ કરી હતી. મંદિરમાં બિરાજમાન પ્રભુ પરિવારની પ્રતિમાઓને શાસ્ત્રોકત વિધિથી રથમાં સવાર કરવામાં આવી હતી. ભાવિક ભકતોએ ભગવાન જગન્નાથજીનો જયકાર કરી પુજા અર્ચના કરી હતી. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો પણ હાજર રહયાં હતાં.

Next Story