Connect Gujarat
ગુજરાત

ભરૂચ : રેતીની રોયલ્ટીની આવકનો ઉપયોગ હવે વિકાસ કામોમાં કરી શકાશે

ભરૂચ : રેતીની રોયલ્ટીની આવકનો ઉપયોગ હવે વિકાસ કામોમાં કરી શકાશે
X

ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયતના ખુલ્લી જગ્યા સોશિયલ ડિસ્ટશન સાથે કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સામાન્ય સભા દરમ્યાન જિલ્લા પંચાયતના પ્રમુખ જશુ પઢીયારના અધ્યક્ષતામાં 13.50 કરોડના બજેટ સાથે વિકાસ કામોની જોગવાઈ સાથે સામાન્ય સભામાં કુલ 13 મુદ્દે સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સામાન્ય સભામાં કુલ 13 મુદા પેકી મહત્વના 2 મુદા પર ભાર રાખી રેતીની રોયલ્ટી અને સભ્યોની ગ્રાન્ટમાંથી લોકડાઉનના કારણે બંધ પડેલા કામો અને બીજા નવા વિકાસના કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન ,પ્રમુખ જશુ પઢીયાર, ઉપ પ્રમુખ અનિલ ભગત, ચૂંટાયેલા સભ્ય ગણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story