Connect Gujarat
ગુજરાત

ભરૂચ : લોખંડી પુરૂષનું નામ ધરાવતો જુનો “સરદાર બ્રિજ” 42 વર્ષમાં જ ખખડી ગયો

ભરૂચ : લોખંડી પુરૂષનું નામ ધરાવતો જુનો “સરદાર બ્રિજ” 42 વર્ષમાં જ ખખડી ગયો
X

તમે નેશનલ

હાઇવે પરથી પસાર થતાં હોય અને ભરૂચ આવે એટલે તમારે સરદાર બ્રિજ પરથી પસાર થવું

પડે. નર્મદા નદી પર બે સરદાર બ્રિજ આવેલાં છે એક છે જુનો અને બીજો છે નવો સરદાર

બ્રિજ.. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું નામકરણ કરાયેલો જુનો સરદાર બ્રિજ

માત્ર 42 વર્ષમાં ખખડધજ

બની ગયો છે.

ભરૂચની

નર્મદા નદી પર નિર્માણ પામેલાં જુના સરદાર બ્રિજને 20મી એપ્રિલ 1977ના રોજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં

આવ્યો હતો. વાહનોની સંખ્યામાં વધારો થતાં જુના સરદાર બ્રિજની બાજુમાં નવો બ્રિજ

બનાવાયો હતો જેને 2002માં ખુલ્લો

મુકાયો હતો. નેશનલ હાઇવે પરથી રોજના 50 હજારથી વધારે વાહનો પસાર થતાં હોવાથી

ઝાડેશ્વર ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા ઉભી થતાં નવો કેબલ સ્ટેઇડ બ્રિજ બનાવાયો છે.

કેબલ સ્ટેઇડ બ્રિજ બની ગયાં બાદ જુના સરદાર બ્રિજ પરથી લાઇટ મોટર વ્હીકલને જ પસાર

થવા દેવામાં આવે છે. બેરીંગ ટેકનોલોજી આધારિત જુનો સરદારબ્રિજ માત્ર 42 વર્ષમાં જ ખખડી ગયો છે. સામાન્ય

સંજોગોમાં કોઇ પણ બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું નકકી કરવામાં આવતું હોય છે.

શનિવારના રોજ મોડી રાત્રે જુના સરદાર બ્રિજનું જોઇન્ટ તુટી જતાં બ્રિજને

વાહનવ્યવહાર માટે સંપુર્ણ પણે બંધ કરી દેવાયો છે. જુના સરદાર બ્રિજ પરથી પસાર થતાં

લાઇટ મોટર વ્હીકલ્સને નવા સરદાર બ્રિજ પર ડાયવર્ટ કરી દેવાયાં છે. હાલ તો નેશનલ

હાઇવે ઓથોરીટીએ બ્રિજના રીપેરીંગ માટે કવાયત શરૂ કરી દીધી છે.

Next Story