-
ભરૂચના જંબુસરમાં આયોજન
-
આત્મીય સંસ્કારધામ ખાતે આયોજન
-
સત્સંગ સભાનું કરાયુ આયોજન
-
પ્રેમ સ્વરૂપ સ્વામીજી રહ્યા ઉપસ્થિત
-
હરી ભક્તોએ આપી હાજરી
ભરૂચ: જંબુસર આત્મીય સંસ્કારધામ ખાતે પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સત્સંગ સભા યોજાય
ભરૂચના જંબુસર આત્મીય સંસ્કારધામ ખાતે પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા હતા સમાચાર
ભરૂચના જંબુસર આત્મીય સંસ્કારધામ ખાતે પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા હતા
ભરૂચના જંબુસર સ્થિત આત્મીય સંસ્કારધામ ખાતે શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત સાધુ શ્રીજીવલ્લભદાસ સ્વામીજીની રાહબરી હેઠળ યોજાયેલા આ સમારોહમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સભામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની સંત પરંપરા, શિક્ષાપત્રીના આદર્શો તેમજ આધ્યાત્મિક જીવનના મૂલ્યો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સત્સંગ, ભજન-કીર્તન અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા ઉપસ્થિત ભક્તજનોને ધર્મ, ભક્તિ અને સંસ્કારોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી કંબોઈ તીર્થના મહંત વિદ્યાનંદજી મહારાજ, પ્રાદેશિક પ્રમુખ દિનુ દાદા, પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, પ્રણવ પટેલ, પિયુષ પટેલ સહિત મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.
