કૉંગ્રેસના ભરૂચ બેઠકના ઉમેદવાર શેરખાન પઠાણે રેલી યોજીને એમનું નામાંકન દાખલ કર્યું

New Update
કૉંગ્રેસના ભરૂચ બેઠકના ઉમેદવાર શેરખાન પઠાણે રેલી યોજીને એમનું નામાંકન દાખલ કર્યું

અનેક તર્ક વિતર્ક વચ્ચે આજે છેલ્લા દિવસે ભરૂચ લોકસભા માટે માઈનોરિટી ને ટિકિટ આપવાનું કૉંગ્રેસ દ્વારા નક્કી કરાતા છેવટે કૉંગ્રેસના યુવા નેતા શેરખાન પઠાણને ટિકિટ આપવામાં આવતા એમના સમર્થકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભરૂચ બેઠકમાં કોંગ્રેસનો ઉમેદવાર કોણ ની અટકળો વચ્ચે લધુમતિ ઉમેદવારને જ ટીકીટ મળવી જોઇએ તેવા દાવાઓ થતાં યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ,વાગરા વિધાનસભા બેઠક ઉપર નજીવા મતોથી હારેલા સુલેમાન પટેલ અને આમોદના મહંમદ કાકુજી જેવા દાવેદારો સપાટી ઉપર આવ્યા હતા. આખરે કોંગ્રેસ મહુડી મંડળે પોતાનો ઉમેદવાર ઉભો રાખવાનું નક્કી કરી યુથ કોંગ્રેસ પ્રમુખ અને યુવા આગેવાન એવા શેરખાન પઠાણ પર પસંદગીનો કળશ ઢોળતા ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે.

આજે મહૂડી મંડળે પસંદગીની મહોરા મારતા ફટાકડા ફોડી, રેલી યોજીને શેરખાન પઠાણે એમનું નામાંકન દાખલ કર્યું હતું,હવે આદિવાસી નેતા વચ્ચે એક માઈનોરિટી ઉમેદવાર કૉંગ્રેસ દ્વારા ઉતારાતા ત્રિપંખીયો જંગ છેડાયો છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મધ્યસ્થ કાર્યાલય ખાતે થી કોંગ્રેસના ઉમેદવાર સાથે કોંગ્રેસના આગેવાનો ,હોદ્દેદારો,અને શુભેકચ્છકો રેલી સ્વરૂપે નામાંકન ભરવા કલેક્ટર કચેરી ખાતે પોહચી ગયા હતા.ઉમેદવાર શેરખાન પઠાણ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા ,નાઝુ ફળવાલા ,સુલેમાન પટેલ ,શહેર પ્રમુખ વિકી શોખી ,શકીલ અકુજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, ભરૂચ લોકસભા વિસ્તારમાં આદિવાસી વોટ બેન્ક બાદ માઈનોરિટીની સંખ્યા પણ છે. ત્યારે જોવું રહ્યું જનતા શું જનાદેશ આપે છે.

Latest Stories