/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-1-copy.JPG-3.jpg)
ભરૂચ ડીસ્ટ્રીકટ રાયફલ એશોસીએશન દ્વારા ભરૂચ ખાતે પહેલી નવનિર્મિત શુટિંગ રેન્જ પર પ્રથમવાર "ત્રીજી ઓપન ભરૂચ ડીસ્ટ્રીકટ શુટિંગ કોમ્પીટીશન" નું આયોજન તા.૧૧/૮/૨૦૧૮ થી તા.૧૨/૮/૨૦૧૮ દરમિયાન યોજાયેલ છે.
આ શુટિંગ સ્પર્ધાનું ઓપનીંગ રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસપી- ભરૂચ દ્વારા કરવામાં આવેલ હતું. રાજેન્દ્રસિંહ ચુડાસમાજી પણ રાજયકક્ષાની શુટિંગ સ્પર્ધામાં ભાગ લે છે અને તેઓ પણ એક સારા શુટર છે.
સદર સ્પર્ધામાં ગુજરાત રાજયમાંથી અંદાજે ૨૫૦ રમતવીરો ભાગ લીધેલ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજેન્દ્રસિંહ ચુડાસમા,એસપી- ભરૂચ, ગુજરાત સ્ટેટ રાયફલ એશોસીએશનના જનરલ સેક્રેટરી મનીષભાઈ પટેલ, વડોદરા ડીસ્ટ્રીકટ રાયફલ એશોસીએશનના પ્રેસીડેન્ટ દીપકભાઈ હલવાઈ, અમદાવાદ ડીસ્ટ્રીકટ રાયફલ એશોસીએશનના પ્રેસીડેન્ટ આશિષભાઈ અમીન હાજર રહીને રમતવીરોનો ઉત્સાહ વધારેલ હતો.
જેમા ભરૂચ ડીસ્ટ્રીકટ રાયફલ એશોસીએશનના પ્રેસીડેન્ટ તથા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જનરલ સેક્રેટરી અજયભાઈ પંચાલ, કોચ કુ.મિતલબેન ગોહિલ તથા પૃથ્વીરાજસિંહ રણા પણ આયોજનમાં સહભાગી થયા હતા.