Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જિલ્લા કક્ષાના 12માં સ્પેશ્યલ ઓલમ્પિક્સનું આયોજન કરાયું, વિવિધ સ્પર્ધામાં દિવ્યાંગ બાળકોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું

ભરૂચ : જિલ્લા કક્ષાના 12માં સ્પેશ્યલ ઓલમ્પિક્સનું આયોજન કરાયું, વિવિધ સ્પર્ધામાં દિવ્યાંગ બાળકોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું
X

ભરૂચના આંગણે

દિવ્યાંગ બાળકો માટે જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ઓલમ્પિક્સનું

આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, દહેજ (રિલાયન્સ ફાઉન્ડેશન), કલરવ ચેરીટેબલ

ટ્રસ્ટ, ભરૂચ તેમજ પેટ્રોનેટ એલએનજી ફાઉન્ડેશનના

સંયુક્ત ઉપક્રમે માનસિક વિકલાંગ બાળકો માટે જિલ્લા કક્ષાના 12માં રમતોત્સવ દરમ્યાન

વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.

જિલ્લા કક્ષાના

દિવ્યાંગ બાળકોના રમતોત્સવ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોએ સુંદર આયોજનને બિરદાવી તમામ

ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી, ત્યારે "મને જીતવા દો, જો હું જીતી ન શકું તો મને મારા પ્રયત્નો કરવા દો" પ્રભુશક્તિ અને

હિમ્મત આપતું આ સૂત્રને સાર્થક કરતા અનોખા રમતોત્સવમાં ભરૂચની કલરવ શાળા સહીત અન્ય

દિવ્યાંગ બાળકોની સંસ્થાઓએ ભાગ લીધો હતો. રમતોત્સવ દરમ્યાન દોડ, ગોળા ફેંક, લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં

દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચના

ધારાસભ્ય દુષ્યંત પટેલ, રિલાયન્સના સાઈટ પ્રેસિડેન્ટ નીલમકુમાર વાલેચા, એલએનજી પેટ્રોનેટના પ્લાન્ટ હેડ એસ.બી.સિંગ, કલરવ

શાળાના નીલા મોદી સહિત અન્ય હોદ્દેદારો અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી

સંખ્યામાં દિવ્યાંગ બાળકો સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story