Connect Gujarat
Featured

ભરૂચ : જોલવાની કંપનીમાંથી નીકળેલા કન્ટેનરમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

ભરૂચ : જોલવાની કંપનીમાંથી નીકળેલા કન્ટેનરમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
X

ભરૂચ જિલ્લાના જોલવા સ્થિત ફિલાટેક્સ કંપનીના કન્ટેનરમાંથી લાખો રૂપિયાની કિમંતના પોલિસ્ટર ડ્રોવ ટેક્સટર્ડ યાર્ન ચોરીની ફરિયાદ દહેજ પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી. ભરૂચ એલસીબી તથા દહેજ પોલીસની ટીમે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડયાં છે.

દહેજના જોલવા ખાતે આવેલ ફિલાટેક્સ કંપનીમાંથી ગત ૧૪ જાન્યુઆરીના રોજ એક કન્ટેનર સુરતના અદાણી પોર્ટ પર જવા રવાના થયુ હતું. કન્ટેનરમાં ૨૨ ટન થી વધુ પોલિસ્ટર ડ્રોવ ટેક્ષટર્ડ યાર્ન કે જેની કિમંત 23 લાખ રૂપિયા ઉપરાંતની થવા જાય છે તે લોડ કરવામાં આવ્યું હતું. આ મટીરીયલ ઇગ્લેન્ડ ખાતે નિકાસ કરવાનું હતું પરંતુ અમેટી લોજીસ્ટિકના ડ્રાઇવરે રસ્તામાંથી 16 લાખ રૂપિયા ઉપરાંતની કિમંતનું મટીરીયલ સગેવગે કરી દીધું હતું. બનાવ સંદર્ભમાં
ફિલાટેક્સ કંપનીના ડિસ્પેચ મેનેજર બનવારીલાલ શર્માએ દહેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે દહેજ પી.આઈ. એ.સી.ગોહિલ,પી.એસ.આઈ. વી.આર પ્રજાપતિ, દહેજ પોલીસ સ્ટાફ અને એલ.સી.બીના ચુનંદા પોલીસ કર્મીઓ ની ટીમ બનાવવામાં આવી હતી.જેમાં દહેજ પોલીસના પિન્ટુભાઈ અને એલસીબીના કિશોરભાઈ ને બાતમી મળી હતી કે કિમથી માંડવી જવાના માર્ગે આવેલ હાજી અબ્દુલ ખાનના ગોડાઉનમાં ફિલાટેક્સ કંપનીના પોલિસ્ટર યાર્ન ના બોક્સ વેચવાની પેરવી કરવામાં આવી રહી છે. પોલીસની ટીમે દરોડા પાડી સુધીરકુમાર સિંગ, રાજાસિંગ સુંદરસિંગ, અબ્દુલકલામ બીસ્મિલ્લાખાન પઠાણ તેમજ સેશરામ ઉર્ફે પપ્પુ દયારામ વર્માને ઝડપી પાડવામાં આવ્યાં છે. આરોપીઓ પાસેથી ફીલાટેકસ કંપનીમાંથી ચોરી કરવામાં આવેલાં મટીરીયલના બોકસ મળી આવ્યાં છે.

Next Story