ભરૂચ : અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીકથી પાર્ક કરેલા ટ્રકની ચોરી, GIDC પોલીસે તપાસ હાથ ધરી

New Update
ભરૂચ : અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીકથી પાર્ક કરેલા ટ્રકની ચોરી, GIDC પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શ્હરેની રાજપીપલા ચોકડી નજીક ઉભેલ ટ્રકની ચોરી થતા GIDC પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની રોશન સોસાયટીમાં રહેતા રિજવાનુલા ખલિલ અહેમદ હસને પોતાની માલિકીની ટ્રક નં. GJ 16 Z 8729ને આલ્ફા ઓટો પાર્ટસ નજીક સાગર કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. જે ટ્રકને કોઈ અજાણ્યા તસ્કર ઈસમો ચોરી ફરાર થઇ ગયા હતા, ત્યારે પોતાની ટ્રક ચોરાઇ જવાની વાતથી ટ્રક માલિક રિજવાનુલા ખલિલ અહેમદ હસન હેબતાઈ ગયા હતા. સમગ્ર મામલે ટ્રક માલિક દ્વારા અંકલેશ્વર GIDC પોલીસ મથકે રૂપિયા 4 લાખની કિંમતનો ટ્રક ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories