ભરૂચઃ 16 ડિસેમ્બરે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે વિરાટ ધર્મસભા

New Update
ભરૂચઃ 16 ડિસેમ્બરે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે વિરાટ ધર્મસભા

વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભરૂચ-નર્મદા જિલ્લામાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે

આગામી 16 ડિસેમ્બરના દિવસે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિરાટ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે એક પત્રકાર પરિષદનું આયોજન નીલકંઠ નગર કરવામાં આવ્યું હતું.

ધર્મસભા માટે ભરુચ વી.હી.પી અને અન્ય સંગઠનો, વિવિધ ક્ષેત્રના આગેવાનો ભરુચ અને નર્મદા જિલ્લામાં જાગૃતિ માટે પ્રવાસ અને ગામે ગામ મિટીંગ સાથે તાલુકા કક્ષાએ સંમેલનો કરી રહ્યા છે. જેના ભાગ રૂપે ભરુચમાં 16 ડિસેમ્બર ભરુચ હોસ્ટેલ ખાતે એક વિશાળ ધર્મસભા થનાર છે. જે સભા પહેલા 14 ડિસેમ્બરના રોજ એક સ્કૂટર રેલી વેજલપુરથી નીકળી ભરુચ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરનાર છે. જેમાં જોડાવા માટે અને ધર્મસભામાં આવા આહવાન કરવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદમાં ધર્મસભાના સંયોજક ભરુચ વિભાગના મંત્રી દુષ્યન્તસિંહ સોલંકી, અજય વ્યાસ, બિપિન પટેલ દ્વારા, નિરલ પટેલની અદયક્ષતામાં યોજાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે આર.એસ.એસ.(સંઘ) ભરૂચ જિલ્લા પ્રચાર વિભાગના કાર્યકર અતુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Latest Stories