ભરૂચ સેવાશ્રમ રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, લાખો ગેલન પાણીનો વેડફાટ

New Update
ભરૂચ સેવાશ્રમ રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, લાખો ગેલન પાણીનો વેડફાટ
  • એક તરફ પ્રજાને પાણીના વલખાં અને બીજી બાજુ પાણીનો વેડફાટ
  • ભરૂચના સેવાશ્રમ રોડ પર મેઇન પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ જળબંબાકાર

ભરૂચ શહેર માં કેટલાક વિસ્તારોમાં પાણીને લઈ લોકો વારંવાર રજુઆત કરવા માં આવી રહી છે. ત્યારે ભરૂચના સેવાશ્રમ રોડ પર મેઇન પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ પર જળબંબાકાર થવા પામ્યો છે.

જેના પગલે ભરૂચ નગરપાલિકાના વહીવટ પર અનેક સવાલ ઉઠવા પામ્યા હતા. ભરૂચ શહેરમાં એક તરફ જ્યાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે આવા વારંવાર ભંગાણ થતા લાખો લીટર પાણી રસ્તા ઉપર વહી જતા લોકોમાં અસંતોષની લાગણી ફેલાવા પામી છે.પાલિકા દ્વારા તાકીદે આ પાઇપ લાઇનનું સમારકામ કરાય અને શહેરના જે વિસ્તારોમાં પાણી નથી મળતું તે દિશામાં યોગ્ય પગલા ભરી પ્રજાને તાકીદે પાણી મળતું થાય તેવી પ્રજાજનો માંગ કરી રહ્યા છે.