ભરૂચ : વેલ્ફેર સ્પોર્ટસ એકેડમી ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદઘાટન

0

ભરૂચના જંબુસર રોડ ઉપર આવેલી વેલ્ફેર સ્પોર્ટસ એકેડમી ખાતે ઓપન ગુજરાત નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ભરૂચની મુંબઈ પટેલ વેલ્ફેર સોસાયટી સંચાલિત વેલ્ફર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે પ્રથમ વખત ઓપન ગુજરાત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં રાજયના વિવિધ શહેરોની 56 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના ઉદઘાટન સમારંભમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ડીવાયએસપી ડી.પી.વાઘેલા, ધ મુંબઈ પટેલ વેલ્ફેર સોસાયટીના ટ્રસ્ટી સલીમ ફાંસીવાલા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓના કૌવતને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડયાં હતાં. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here