Connect Gujarat
ભરૂચ

ભરૂચ : NH-48 પર વરેડિયા નજીક સલ્ફર ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળતા મચી દોડધામ...

વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે સલ્ફર ભરીને જતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.

X

નેશનલ હાઇવે નં. 48 પર વરેડિયા ગામ નજીકનો બનાવ

ગત રાત્રે ટ્રકમાં આગ લાગતાં હાઇવે ઉપર મચી દોડધામ

ભરૂચ પાલિકા - કરજણ ફાયર વિભાગની ટીમ દોડી આવી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર વરેડિયા ગામ નજીક ગત રાત્રે ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. બનાવના પગલે ભરૂચ નગરપાલિકા અને કરજણ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર પાલેજના વરેડિયા ગામ નજીક ટ્રકમાં આગ લાગતાં લોકોમાં ગભરાટ પ્રસરી જવા પામી હતી. આગની જાણ થતાં જ ભરૂચ અને કરજણ પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે સલ્ફર ભરીને જતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.

ભરૂચ મામલતદાર, નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સહિતના ફાયર જવાનો અને 2 ફાયર ટેન્ડરો સાથે સ્થળ પર દોડી ગયા હતા. આ ઉપરાંત કરજણ પાલિકાના ફાયર વિભાગના એક ફાયર ટેન્ડર સાથે લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. જોકે, પોલીસ કાફલાએ ટ્રાફિકને હળવો કરાવી પૂર્વવત કર્યો હતો.


Next Story