/connect-gujarat/media/post_banners/b1ea5b835c24de71099ce286724d79645f0a3ad0d1bf6f47977a2652ec9d0f71.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મીરાનગરની મોબાઈલ રીપેરીંગ શોપમાંથી શંકાસ્પદ ચોરીના મોબાઈલ સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ભરૂચ LCB પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, મીરાનગરમાં મોબાઈલ રીપેરીંગની દુકાનમાં શંકાસ્પદ ચોરીના મોબાઈલ લે-વેંચ કરવાનો વેપલો ચાલે છે.
પોલીસે બાતમીના આધારે રામ મોબાઈલ નામની દુકાનમાં દરોડો પાડતા કાઉન્ટર પરથી મૂળ રાજસ્થાની અને હાલ ગોપીનાથ રો-હાઉસમાં રહેતો દુકાનદાર યુવાન મળી આવ્યો હતો, જ્યાં પોલીસે ડ્રોવરમાં ચેક કરતા 8 મોબાઈલ પણ મળી આવ્યા હતા. જેના બિલ કે, ગ્રાહકો અંગે પૂછતાં દુકાનદારે કોઈ પુરાવા કે, યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. ગ્રાહકો કે, મોબાઈલનું કોઈ રજીસ્ટર્ડ નિભાવવામાં આવતું ન હતું. જેથી બિલ, આધાર પુરાવા કે, મોબાઈલ રીપેરીંગના છે અથવા કયા ગ્રાહકના છે, તેનો કોઈ રેકોર્ડ ન હોવાથી પોલીસે દુકાનદાર વિરુદ્ધ સીઆરપીસી કલમ 102 મુજબ રૂ. 32 હજારની કિંમતના 8 મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.