અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે મામલતદાર કચેરી સામે હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ કરી મહિલા સહીત પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર મામલતદાર કચેરી ઓફિસની સામે શુભમ રેસીડેન્સી પાછળ આવેલ હર્ષ પાર્ક એપાર્ટમેન્ટના રૂમ નંબર-૧૦૧ અને ૧૦૨માં રહેતી મહિલા રતનબેન લક્ષ્મણભાઈ મારવાડી સલાટ કુટણખાનું ચલાવે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક ના પી.આઈના માર્ગદર્શન હેઠળ બે મહિલા પોલીસ સહીત ચાર જેટલા પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા અને બાતમી વાળી જગ્યાએ દરોડા પાડતા એક મહિલા મળી આવી હતી પોલીસે મહિલાની પુછપરછ કરતા તેણે પોતે રતનબેન લક્ષ્મણભાઈ મારવાડી સલાટ હોવાનું જણાવ્યું હતું પોલીસે તેને સાથે રાખી બાજુના રૂમમાં તપાસ કરતા યુવતીઓ અને ચાર ઈસમો કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કરી મહિલા રતનબેન સલાટ સહીત પાંચ ઇસમોની અટકાયત કરી ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.