Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પ્રથમ વરસાદ બાદ બિસ્માર બનેલા રોડ-રસ્તાના કારણે પ્રજા ત્રાહિમામ...

શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે સાંભળો શું કહી રહ્યા છે, અંકલેશ્વર શહેરના નાગરિકો...

સૌનો સાથ સૌનો વિકાસના શુભ આશય સાથે વિકાસની હરણફાળ ભરતી સરકારના રાજમાં ચાલતી લાલિયાવાડીનો નમૂનો પ્રથમ વરસાદ બાદ બહાર આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવા સહિત રોડ-રસ્તા બિસ્માર બન્યા છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ખરાબ રોડ-રસ્તાના કારણે પ્રજા હેરાન પરેશાન થઈ ઉઠી છે. અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તાથી રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારનો સંપૂર્ણ માર્ગ વરસાદમાં ધોવાઈ જતાં અનેક વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે પાયાની સુવિધાઓ બાબતે અંકલેશ્વર નગરપાલિકા બેદરકાર હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે. વિકાસના નામે ચાલતી સરકાર લોક સુખાકારીની કામગીરી પર પાણીનું નામ ભુ સાબીત કરતી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે, ત્યારે હાલ તો પાલિકા તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Next Story