ભરૂચ: અંકલેશ્વરમાં 2 સ્થળેથી ટ્રાવેલ બેગમાં માનવ અંગો મળવાનો મામલો, હત્યામાં બાંગ્લાદેશી ઘૂષણખોરીનું કનેક્શન બહાર આવ્યું

અંકલેશ્વર નજીકના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, અમરતપુરા-સારંગપૂર નજીકથી મળ્યા હતા માનવ અંગો.

New Update
ભરૂચ: અંકલેશ્વરમાં 2 સ્થળેથી ટ્રાવેલ બેગમાં માનવ અંગો મળવાનો મામલો, હત્યામાં બાંગ્લાદેશી ઘૂષણખોરીનું કનેક્શન બહાર આવ્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અમરતપુરા અને સારંગપૂર નજીકથી ટ્રાવેલ બેગમાં માનવ અંગો મળી આવવાના મામલામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુન્હાનો ભેદ ઉકેલી 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 3 બાંગ્લાદેશીઓએ રિક્ષા ચાલક સાથે મળીને હત્યાના ગુન્હાને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ચકચારી ઘટનાની વિગતો પર નજર કરીયે તો ૬ વર્ષ પેહલા બાંગ્લાદેશથી ઘણા ઘૂસણખોરો ભારતમાં પ્રવેશી ગુજરાતના અલગ - અલગ શહેરોમાં વસવાટ કરવા લાગ્યા હતા. બાંગ્લાદેશથી લેસીન મુલ્લા, મુફલિસ મુલ્લા,અજૉમ શેખ અંકલેશ્વર આવીને વસ્યા હતા.આ લોકો તેમના લીડર અકબરના સંપર્કમાં રહેતા હતા. સમય જતા અકબર આ ઘુસણખોરોને તેનું કમાણીનું સાધન બનાવવા લાગ્યો હતો અને પોલીસ પાસે પકડાવી દેવાની ધમકી આપી પૈસા પડાવતો હતો.લોકડાઉન દરમ્યાન બાંગ્લાદેશીઓની આવક ઘટી પણ સામે અકબરની માંગણીઓ વધતી રહી હતી.

પૈસા આપવામાં સહેજ પણ વિલંબ થાય તો અકબર પોતે પોલીસનો બાતમીદાર હોવાનું જણાવી પોલીસ પાસે પકડાવી દેવાની ચીમકી આપતો હતો. હવે અત્યાચારની હદ વટાવી ચૂકેલા અકબરને સબક શીખવાડવાનું ત્રણ બંગદેશીઓએ નક્કી કરી લીધું હતું જેમણે એક પ્લાન ઘડ્યો હતો.અમદાવાદમાં રહેતા અકબરને પૈસાના બહાને અંકલેશ્વર લેસીના મુલ્લાના ઘરે બોલાવાયો હતો. અહીં ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખી અકબરને ખવડાવી બેભાન કરી નખાયો હતો. કમાણીનો મોટો હિસ્સો પડાવી જતા અકબરના ત્રાસનો કાયમી હલ કાઢવા તેની તીક્ષણ હથિયારથી હત્યા કરી નાખી હતી.

રોષ હજુ શાંત ન થતા અકબરના શરીરના ૬ ટુકડા કરી નખાયા હતા.ત્રણ ટ્રાવેલ બેગ પૈકી એકમાં બે હાથ , બીજીમાં બે પગ અને ત્રીજી બેગમાં ધડ ભરી અલગ અલગ વિસ્તરમાં બેગ ફેંકી હતી. ૬ જુલાઈએ સાંજે આ બિનવારસી બેગ અને તેમાંથી માનવ અંગો મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસને માહિતી મળી હતી કે ઓટોરિક્ષામાં આવેલા કોઈ શકશે આ બેગો ફેંકી છે. જે ઓટો રોક્ષ પાછળ પીળા રંગનો વિદેશી મહિલાનો ફોટો હતો. અંકલેશ્વરમાં ૫૦૦ થી વધુ ઓટોરિક્ષાઓની તપાસ કરાઈ હતી.આ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના સબ ઈન્સ્પેક્ટરને સ્થાનિક બાતમીદારો દ્વારા નૌસાદ નામના રીક્ષાચાલકની રીક્ષા વર્ણનને મળી હોવાની માહિતી મળતા તુરંત નૌસાદને શોધી કઢાયો હતો.

સીસીટીવીમાંઘટના સમયે જેતે વિસ્તરમાં નૌસાદની રીક્ષા નજરે પડતા શંકા પ્રબળ બની હતી જેની પૂછપરછમાં ભાંડો ભૂતયો હતો. મૃતકનું માથું હજુ પોલીસ શોધી શકી ન હતી પરંતુ નૌસાદે આ અંગ રેલવે ટ્રેક નજીક ફેંક્યું હોવાનું જણાવતા તે પણ મળી આવ્યું હતું.ચારેય આરોપીઓની ધરપકડ બાદ ભારતીય નાગરિક ન હોવા છતાં ગેરકાયદેસરરીતે બનાવાયેલ આહાર સહિતના ઓળખના પુરાવા મળી આવ્યા હતા. પોલીસે આ કૌભાંડ અંગે પણ તપાસ શરુ કરી ઘુસણખોરીના કૌભાંડ અંગે દેશની અન્ય એજન્સીઓને માહિતગાર કરી છે જે આગામી દિવસોમાં તપાસનો દોર લંબાવશે

Latest Stories