અંકલેશ્વર: વીજ કંપનીની મનમાની, વીજ બિલ ભર્યું હોવા છતા કનેક્શન કાપી નાખ્યુ હોવાના આક્ષેપ

અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભર્યું હોવા છતાં વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાખી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવો કિસ્સો સામે આવ્યો છે.

New Update

અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં રહેતી રેખાબેનએ વીજ કંપનીનું વીજ બિલ ભર્યું હતું.જે બાદ પણ બાકી બિલના નામે વીજ કંપનીના અધિકારીઓએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું.જેને પગલે મહિલા રાતે પોતાની ઘરે આવતા સ્વિચ ઓન કરવા છતાં લાઇટ નહિ સળગતા તેઓ તાત્કાલિક વીજ કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં હાજર જી.ઇ.બી.ના ડ્રાઇવરને પોતાનું વીજ બિલ ભર્યું હોવા છતાં કનેક્શન આપ્યું હોવાનું કહેતા જ નશાની હાલતમાં ચાલકે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા.ત્યારે વીજ કંપનીના અધિકારીઓની લાપરવાહીને પગલે મહિલાએ અંધારામાં રાત વિતાવવાનો વારો આવ્યો હતો.

Latest Stories