અંકલેશ્વર: નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

આ વર્ષે નર્મદા નદીમાં પ્રતિમાના વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો ગોલ્ડન બ્રીજ ખાતે પોલીસ દ્વારા બેરીકેટ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

New Update
અંકલેશ્વર: નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

આ વર્ષે નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે ગોલ્ડનબ્રિજના બન્ને છેડા પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા તેમજ વિસર્જન સમયે ડૂબી જવાના બનાવો ન બને એ માટે તંત્ર દ્વાર આ વર્ષે નર્મદા નદીમાં પ્રતિમાના વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો ગોલ્ડન બ્રીજ ખાતે પોલીસ દ્વારા બેરીકેટ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગણેશ મંડળો નર્મદા નદી સુધી ન પહોંચે એ માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે કુત્રિમ કુંડ નજીક જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શ્રીજી ભકતોને નર્મદા નદી સુધી જતા અટકાવવામાં આવ્યા હતા

Latest Stories