Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કનેકટ ગુજરાતની ટીમે ઉજવી ઉત્તરાયણ, કાયપો છે ની ગુંજથી ગુંજી અગાસી

દેશ અને દુનિયામાં બનતી તમામ ઘટનાઓથી તમે જાણકાર રહો તે માટે મીડીયાકર્મીઓ સતત કામગીરી કરતાં હોય છે.

X

દેશ અને દુનિયામાં બનતી તમામ ઘટનાઓથી તમે જાણકાર રહો તે માટે મીડીયાકર્મીઓ સતત કામગીરી કરતાં હોય છે. દરેક વ્યકતિઓ પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરતાં હોય ત્યારે મીડીયાકર્મીઓ તમારા સુધી સમાચારો પહોંચતા રહે તે માટે ઓફિસ કે ફીલ્ડમાં હોય છે. કનેકટ ગુજરાતની ટીમ પણ વિશ્વભરના સમાચારો તમારા સુધી પહોંચાડતી રહે છે. રાજયભરમાં ફેલાયેલા અમારા રીપોટર્સ તથા ઓફિસ સ્ટાફની મદદથી અમે અમારા કનેકટ ગુજરાત બીયોન્ડ જસ્ટ ન્યુઝના સ્લોગનને સાર્થક કરી રહયાં છીએ. હાલમાં પતંગના પર્વ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે અમે તમારા સુધી સમાચારો પહોંચાડવામાં વ્યસ્ત હતાં પણ રવિવારે અમારી ટીમે પણ સમાચારોની વ્યસ્તા વચ્ચે હળવાશની પળો માણી હતી.

આકાશમાં સુર્યનારાયણ ઢળવાની અને ચંદ્ર નારાયણ ઉદય થવાના હતાં તેવા સમયે કનેકટ ગુજરાતની ટીમ હેકઝોન આર્કેડના ધાબા ઉપર પહોંચી હતી. કનેકટ ગુજરાતના ડીરેકટર યોગેશ પારીક, ડેસ્ક એડીટર કલ્પેશ ગુર્જર, રીપોટર્સ દીપક ચૌહાણ, રિધ્ધી પંચાલ, સોશિયલ મિડીયા ઇન્ચાર્જ જગદીશ લાખોન્તરા, વિડીયો એડીટર અજય પટેલ, કોમલ ભટ્ટ, અંકિતા મકવાણા, જીજ્ઞેશ પરમાર, અંગ્રેજી વિભાગના શાલિની યાદવે અગાસી ઉપરથી પતંગ ઉડાવવાની મજા માણી હતી જયારે ઇલાવથી એન્કર જય વ્યાસ અમદાવાદથી રીપોટર મયુર મેવાડાઅને ભરૂચથી બેક ઓફિસના પલક વાઘેલા વિડીયો કોન્ફરન્સથી જોડાયાં હતાં.

Next Story