અંકલેશ્વર : આઝાદ શટર પાછળના મેદાનમાં અહમદ પટેલની યાદમાં ફુટબોલ ટુર્નામેન્ટ

અંકલેશ્વરના પનોતા પુત્ર મરહુમ અહમદ પટેલની યાદમાં ફુટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે...

New Update
અંકલેશ્વર : આઝાદ શટર પાછળના મેદાનમાં અહમદ પટેલની યાદમાં ફુટબોલ ટુર્નામેન્ટ

અંકલેશ્વરના પનોતા પુત્ર મરહુમ અહમદ પટેલની યાદમાં ફુટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે...

અંકલેશ્વરના પીરામણ ગામના આઝાદ શટર પાછળ ગ્રાઉન્ડ ખાતે યુવા કોંગ્રેસ દ્વારા મરહુમ અહમદ પટેલ મેમોરિયલ 5-એ સાઈડ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે. ટુર્નામેન્ટનો પ્રારંભ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાના હસ્તે કરાવવામાં આવ્યો. ત્રણ દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 33 જેટલી ટીમો ભાગ લઇ રહી છે. ઉદઘાટન સમારંભમાં જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી,અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા, પ્રદેશ મહામંત્રી માનસિંગ ડોડીયા સહિત શેરખાન પઠાણ, સોયેઅ ઝગડીયાવાલા, મગન પટેલ, ઇમરાન પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં.

Latest Stories