New Update
/connect-gujarat/media/post_banners/54ca2bd679d6690a5dcb7ec5c8543af41c0eaa1cff6cd0c18ca9ba8ce54e8f52.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના મોરા ફળિયામાંથી જીઆઈડીસી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન સ્ટાફને બાતમી મળી હતી કે, કોસમડી ગામના મોરા ફળિયામાં રહેતો બુટલેગર મોરા ફળિયાના નાકા પાસે મોપેડ ઉપર વિદેશી દારૂના જથ્થા સાથે ઉભો રહ્યો છે, ત્યારે બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 8 નંગ બોટલ અને મોપેડ મળી કુલ 21 હજારના મુદ્દામાલ સાથે બુટલેગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.